જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ભારે ઉકળાટ બાદ બપોરે વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદનું ધીમીધારે આગમન થયુ હતું. ગ્રામ્યમાં ખીરસરા, ખજુરીગુંદાળા, સ્ટેશન વાવડી, વાડાસડામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાવા પામી હતી.