ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. સતત વધી રહેલા માર્ગ અકસ્માતમાં અનેક પરિવાર વિખેરાય છે તો કેટલાક માસૂમ લોકોએ પોતાના શરીરનો એક અંગ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઘટના જેતપુર નજીક રણુજો મંદિર પાસે ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે રિક્ષા ચાલક, બે બાળકો અને એક મહિલા ઘાયલ થયા છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, જેતપુર નજીક રણુજો મંદિર પાસે અકસ્માત ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેટર્સમાં કામ કરતી મહિલાઓની રીક્ષામાં સવાર હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત બે બાળકો અને એક મહિલા ઇજોગ્રસ્ત થયા છે. જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘાયલ થયેલા તમામ લોકોને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યાં ઘયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.