જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે જય વડલા વાળા હનુમાન દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મભૂષણ સંત રાજેન્દ્ર બાપુ -તોરણીયાના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમમાં ચારણ સમઢીયાળા ગામના ઉદ્યોગપતિ બટુકભાઈ મોવલીયા, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે. વી. કાકડિયા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, ધારી તાલુકા પંચાયતના ઘનશ્યામભાઈ હિરપરા, ધારી પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ધારી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવળ અને જીતુભાઈ પાઘડાળ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી.









































