જેતપુરમાં વધી રહેલા દારૂના દૂષણ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. દારૂના દૂષણને લઈ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય શારદાબેન વેગડાએ શહેરમાં વકરેલા દારૂના દૂષણને દૂર કરવા માટે પોલીસ અને મામલતદારને આવેદન આપ્યું હતું. જેને લઇને પોલીસ હરકતમાં આવતા શારદાબેનના ભાઈ અને ભત્રીજીના ઘરેથી જ દેશી દારૂ મળી આવતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પોલીસે જેતપુરમાં ૬ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ સહિત ૨૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.