ધોરાજી સમસ્ત સિંધી સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજી મામલતદારને જેતપુરની હિન્દુ સમાજની દીકરીને વિધર્મી ઉપાડી જવાની બાબતે સખ્ત કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર મોટી સંખ્યામાં લોકોએ આપ્યું હતું. ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, ઉપપ્રમુખ ચુનીલાલ સંભવાણી, જયંતીભાઈ પારવાણી વગેરે હિન્દુ સિંધી સમાજના લોકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને ધોરાજીના મામલતદારને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે અમારા હિન્દુ સિંધી સમાજની દીકરી જેતપુર ખાતે રહે છે અને એ દીકરીને જેતપુરના જ વિધર્મી મુસ્લિમ રીક્ષાચાલક લવ જેહાદના બહાને લચાવી ફોસલાવી ભગાડી ગયો છે. અમોને શંકા છે કે આ મુસ્લિમ યુવક અમારી દીકરીના ફોટા અને વીડિયો મારફત બ્લેકમેલ કરતો હોય તેવું લાગે છે. જેના આજે ૨૯ દિવસ થવા આવ્યા છે જે બાબતની જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ જેતપુર સીટી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી તે ઘણા દુઃખની બાબત છે.