રાજ્યનો અન્ન અને પૂરવઠા વિભાગ એપ બનાવશે. અન્ન અને પૂરવઠા વિભાગ એ માટે “રાશન એપ” બનાવશે. જેમાં એકે-એક ગ્રાહકનો એપમાં રેકોર્ડ રહેશે. પોતાના નામે કોઇ અન્ય તો અનાજ નથી લઇ જઇ રહ્યું ને તેના વિશે ગ્રાહક ખુદ તે એપમાં જાઇ શકશે. તદુપરાંત અનાજની ક્વોલિટી મુદ્દે પણ આ એપ દ્વારા સીધી ફરિયાદ કરી શકાશે. દુકાનદારોના વ્યવહારથી લઇને વિતરણ વ્યવસ્થા મુદ્દે આ એપમાં રેટીંગ પણ આપી શકાશે.અત્રે નોંધનીય છે કે, આગામી ૨૪મીએ આ એપનું વિધિવત રીતે લોન્ચિંગ થઇ શકે છે. રાજ્ય સરકારે રાશન એપ બનાવવાની સાથે-સાથે સસ્તા અનાજના દુકાનદારોનું કમિશન વધારવાનો પણ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં એક ક્વિન્ટલ દીઠ – ૧૦૮ રુપિયા કમિશન અપાતું હતું. પરંતુ હવે તેને વધારીને ૧૫૦ રુપિયા કરાશે.આગામી જાન્યુઆરી માસમાં સસ્તા અનાજના દુકાનદારોનું કમિશન વધારવાની વિધિવત જાહેરાત કરાશે. આ સિવાય કમિશન વધારવાની સાથે-સાથે રાશનમાં વિવિધતા આપવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.હવે ટૂંક સમયમાં જ રાશન કાર્ડ હેઠળ કપાસિયાને બદલે સીંગતેલ પણ અપાશે. સીંગતેલની સાથે-સાથે મગ અને ચણાની દાળ આપવાની પણ જાહેરાત કરાઇ શકે છે. અંદાજે ૩.૪૫ કરોડની વસ્તી આ રાશન કાર્ડ દ્વારા સસ્તા અનાજ નો લાભ લે છે.