કર્ણાટકમાં જનતાદળ સેકયુલર(જેડીએસ)ના ધારાસભ્ય એમ શ્રીનિવાસએ એક કોલેજના પ્રિંસિપાલને લાફો મારી દીધો હતો.પ્રિંસિપલ કંમ્પ્યુટર લેબ માટે ચાલી રહેલ વિકાસ કાર્યોની બાબતમાં સ્પષ્ટ જવાબ આપવામાં સક્ષમ ન હતાં આ વાતથી નારાજ ધારાસભ્ય એમ શ્રીનિવાસે તેમને લાફો મારી દીધો હતો.આ ઘટનાને લઇ લોકોમાં નારાજગી ફેલાઇ છે.ઘટનાની વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે પ્રિંસિપલની સાથે આવો વ્યવહાર કરવા પર લોકો શ્રીનિવાસની ટીકા કરી રહ્યાં છે.
નજરે જાનારા લોકોએ જણાવ્યું હતું કે પુનર્નિમિત આઇટીઆઇ કોલેજના ઉદ્‌ધાટન દરમિયાન પ્રાચાર્ય નાગનાદ પ્રયોગશાળામાં કામ કરવાની માહિતી આપી શકયા નહીં તેના પર શ્રીનિવાસ નારાજ થઇ ગયા અને ધારાસભ્યે પોતાના સાથીઓ અને એક મહિલા સહિત સ્થાનિક નેતાઓની સામે તેમને બે વાર ઠપકો આપ્યો અને લાફો મારી દીધો વીડિયોમાં પ્રિંસિપલ ગભરાયેલા જાવા મળી રહ્યાં છે અને આસપાસ હાજર લોકો ધારાસભ્યને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જયારે ધારાસભ્ય શ્રીનિવાસે કોલેજનો પ્રવાસ કર્યો અને કોલેજના આચાર્ય નાગાનંદે કહેવાતી રીતે ધારાસભભ્યને કોલેજના વિકાસ કાર્યો પર કોઇ યોગ્ય માહિતી આપી નહીં તેના પરિણામે પ્રિંસિપલના વ્યવહારથી નારાજ ધારાસભ્ય એમ શ્રીનિવાસે પ્રિંસિપલે જાહેરમાં લાફો મારી દીધો ધારાસભ્યે અનેકવાર પ્રિસિંપલ પર હાથ ઉઠાવ્યા આ આખી ઘટના વીડિયો પણ સામે આવી છે જયારે જાહેરમાં પ્રિંસિપલ પર હાથ ઉઠાવવાને લઇ સોશલ મીડિયા પર લોકોએ ધારાસભ્યની ટીકા કરી છે.
આ ધટનાને લઇ કર્મચારી સંધ માંડયા જીલ્લાના અધ્યક્ષ શંભુ ગૌડાએ કહ્યું કે મામલો જીલ્લા કમિશ્નરના ધ્યાન આવ્યો છે ગૌડાએ એસોસિએશનની તાકિદનની બેઠક બોલાવી અને પ્રાચાર્ય પર હુમલાની માહિતી લીધી છે અને આગળની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.