બગસરા કુંકાવાવ નાકા પાસે જેઠીયાવદર ગામની યુવતિને એક યુવકે ગાળો બોલી, જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે માધવીબેન નિલેશભાઈ રાજ્યગુરુ (ઉ.વ.૨૬)એ બગસરા ગાયત્રી મંદિર પાસે રહેતા પાર્થ જીતેન્દ્રભાઈ ઠાકર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા સાહેદો સાહેદો બગસરા આવ્યા ત્યારે કુંકાવાવ નાકા પાસે
આરોપીએ આવી તેમને તથા સાહેદોને બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસા
પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ.મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.