તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જાષીની દીકરી નિયતિના લગ્ન હાલમાં જ નાસિકમાં યોજાયા હતા. ૮ ડિસેમ્બરે નાસિકમાં લગ્ન બાદ ૧૧ ડિસેમ્બરે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં નિયતિ અને યશોવર્ધનનું રિસેપ્શન યોજાયું હતું. જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ ઉપરાંત મનોરંજન ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજદાએ નિયતિના રિસેપ્શનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં માલવ ઉપરાંત પત્ની પ્રિયા આહુજા (રિટા રિપોર્ટ), કુશ શાહ (ગોલી), સમય શાહ (ગોગી), સોનુ (પલક સિદ્ધવાની) જાવા મળે છે. માલવે આ તસવીરો શેર કરતાં લખ્યું, “ગઈકાલે રાત્રે દિલીપ જાષીની દીકરી નિયતિના લગ્નમાં નવદંપતીને ફરી એકવાર અભિનંદન અને સુખી લગ્નજીવનની શુભેચ્છા. મને લાગે છે કે વર-વધૂ કરતાં વધુ તસવીરો તો પ્રિયા આહુજા અને પલક સિદ્ધવાનીએ ક્લિક કરી હશે. પ્રિયા આહુજાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રિસેપ્શનની તસવીરો શેર કરી છે. જેમાં સમય, કુશ, માલવ અને પલક સાથે પ્રિયા પોઝ આપી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચશ્માના ફેન પેજ પર શોના બાકીના કલાકારોની તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં સુનૈના ફોજદાર, રાજ અનડકત, શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી, તનુજ મહાશબ્દે, દયાશંકર પાંડે, જેનિફર મિસ્ત્રી, અમિત ભટ્ટ, મુનમુન દત્તા, ગુરુચરણ સિંહ સોઢી, તન્મય વેકરિયા વગેરેને જાઈ શકાય છે. દિલીપ જાષીએ દીકરીના રિસેપ્શનમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા-જૂના તમામ કલાકારો અને ટીમના સભ્યોને આમંÂત્રત કર્યા હતા. ફેનપેજ પર વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીને પણ રિસેપ્શનમાં જાઈ શકાય છે. આસિત કુમાર મોદી રિસેપ્શનમાં જ નહીં સંગીત સેરેમની અને લગ્નમાં પણ હાજર રહ્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સિવાય અભિનેતા કિકૂ શારદા પણ નિયતિ જાષીના રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યો હતો. એક્ટર અમિત ભટ્ટે કિકૂ શારદા સાથેની તસવીર શેર કરી હતી, જે નિયતિના રિસેપ્શનની છે.