ગત ૧૦ તારીખના રોજ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી અને એબીવીપી ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપી ના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન હવે લડી લેવાના મૂડમાં આવી ગયું છે. દૂરદર્શન ટાવરથી લઈને જેજી યુનિવર્સિટી સુધી છમ્ફઁના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી.
કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો હતો.એબીવીપી ની કારોબારી બેઠકમાં થોડા સમય પહેલા જેજી યુનિવર્સિટીના બાઉન્સરો, સ્ટાફ સાથે માથાકૂટ થઈ હતી ત્યારે સમગ્ર મામલે ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. જેથી આજે એબીવીપી દ્વારા જેજી યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં ૨૦૦થી વધુ એબીવીપી ના કાર્યકરોએ દૂરદર્શન ટાવરથી રેલી સ્વરૂપે યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જેથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સાથે જ યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે એબીવીપી ના કાર્યકર્તાઓએ કોલેજની અંદર પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેથી એક પણ આંદોલનકારીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ છમ્ફઁના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. મામલો એટલી હદે પહોંચ્યો કે એસીપી,ડીસીપી અને સેક્ટર ૧ અધિકારીઓને હાજર થવાની ફરજ પડી હતી.







































