સાવરકુંડલાના જેજાદ ગામે એક યુવકના ઘર પાસે અન્ય યુવક જોર જોરથી હોર્ન મારતો હતો. જેથી તેને ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને લોખંડની પાઇપ વડે મુંઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ખુશાલભાઈ લાલજીભાઈ દેંગડા (ઉ.વ.૨૨)એ મુકેશભાઈ જીવણભાઈ દેંગડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેના ઘર પાસે પોતાની ફોરવ્હીલ ગાડીના જોર-જોરથી હોર્ન મારતો હતો. જેથી ઠપકો આપતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને લોખંડની પાઇપ વડે મૂંઢ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.