બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસનો એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી રહ્યો છે. જેક્લીન ફર્નાન્ડિસસે સ્વિમસૂટ પહેરીને જે અંદાજમાં પૂલમાં બેસીને પોઝ આપ્યા છે એ જોઈને કોઈની પણ નજર હટવાનું નામ લઈ રહી નથી. તેના આ ફોટો શૂટની તસવીરોને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેક્લીન ફર્નાન્ડિસસે શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે પ્રિન્ટેડે ડીપ નેક બ્લૂ કલરનું સ્વિમસૂટ પહેરીને પુલના કિનારે બેસેલી છે અને પોઝ આપી રહી છે. તેણે બ્લેક કલરના ચશ્મા પણ પહેર્યા છે. અન્ય એક તસવીરમાં જેક્લીન ફર્નાન્ડિસસ પૂલ કિનારે બેસીને પોઝ આપતી નજરે પડી રહી છે. તેની પાસે ડ્રિન્ક પણ રાખવામાં આવી છે. જેમાં તે તડકાથી બચતી હોવાનો પોઝ આપી રહી છે. છેલ્લી તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપી રહી છે. જેક્લીન ફર્નાન્ડિસસની તસવીરોને ૧૦ કલાકમાં ૧૦ લાકથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેણે આ તસવીરોની સાથે લખ્યું કે, પૂલ બેબી. જેક્લીન ફર્નાન્ડિસસની તસવીરો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેની આ બોલ્ડ તસવીરોને તેના ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે જેક્લીન ફર્નાન્ડિસસે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હોય. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેક્લીન ફર્નાન્ડિસસ મોટાભાગે તેના ગ્લેમરસ ફોટોસ અને વિડીયોસ શેર કરતી રહેતી હોય છે. જેક્લીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે ફિલ્મ ભૂત પોલીસમાં નજરે પડી હતી. જેમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમની સાથે નજરે પડી હતી. હવે જેક્લીન ફર્નાન્ડિસસ સરકસ, અટેક, બચ્ચન પાંડે અને રામ સેતુ ફિલ્મોમાં કામ કરતી જાવા મળશે. તાજેતરમાં જ તેણે ફિલ્મ રામ સેતુનું શૂટિંગ શરૂ કર્યુ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની બે તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો શેર કરતા તેણે લખ્યું હતું કે, તે ફિલ્મ રામ સેતુના સેટ પર પરત ફરી છે.