જેએનયુ વિદ્યાર્થી નજીબ અહેમદ, જેની શોધ હવે દિલ્હી પોલીસ અને સીબીઆઇ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. પરંતુ તેની માતાની આંખો હજુ પણ તેના પુત્રની રાહ જોઈ રહી છે. જેએનયુ હોસ્ટેલમાંથી નજીબ અહેમદ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તે પ્રશ્નનો જવાબ શોધવા માટે વર્ષોથી તપાસ ચાલી રહી છે. ઘણી કડીઓ જોડીને રહસ્ય ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નજીબ ક્યાં ગાયબ થયો તેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. હકીકતમાં, દિલ્હીની એક કોર્ટે સીબીઆઈને જેએનયુ વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયેલા કેસને બંધ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે  સીબીઆઈને અહેમદનો કેસ બંધ કરવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે એજન્સીએ “બધા વિકલ્પો ખતમ કરી દીધા છે”.

જેએનયુ વિદ્યાર્થી નજીબ અહેમદ વર્ષ ૨૦૧૬ માં ગુમ થયો હતો. નજીબ ગુમ થયા પછી, વિદ્યાર્થીઓ સમયાંતરે તેના માટે આંદોલન કરતા હતા. પહેલાં, નજીબને શોધવાનો કેસ દિલ્હી પોલીસના હાથમાં હતો, પરંતુ પછી તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, પરંતુ આટલા વર્ષો સુધી આ કેસ પર સખત મહેનત કર્યા પછી, સીબીઆઈ હવે આ નિષ્કર્ષ પર પહોંચી છે કે તેનો છેલ્લો રિપોર્ટ રજૂ કર્યા પછી, તેણે કોર્ટ પાસે આ કેસ બંધ કરવાની પરવાનગી માંગી છે. સીબીઆઈને સોમવારે પણ આ પરવાનગી મળી ગઈ છે.

એક તરફ, કોર્ટે સીબીઆઈને નજીબના ગુમ થવાના કેસને બંધ કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ, કોર્ટે એવું પણ કહ્યું છે જે આ પ્રશ્નનો જવાબ આપે છે કે આ કેસની તપાસ સંપૂર્ણપણે બંધ થશે નહીં.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આ કોર્ટને અફસોસ છે કે આ ક્લોઝર રિપોર્ટ સાથે હાલના કેસની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે. જોકે, એજન્સીનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે, કોર્ટે સીબીઆઈને તપાસ ફરી શરૂ કરવાની અને જો તેને નજીબ અહેમદના ગુમ થવા વિશે કોઈ વિશ્વસનીય માહિતી મળે તો કોર્ટને જાણ કરવાની સ્વતંત્રતા આપી છે. આનો અર્થ એ થયો કે જો સીબીઆઈને ફરી એકવાર નજીબના ગુમ થવાના કોઈ પુરાવા મળે છે, તો સીબીઆઈ ફરીથી તપાસ શરૂ કરી શકે છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોતિ મહેશ્વરીએ પણ સંપૂર્ણ આશા વ્યક્ત કરી હતી કે નજીબ ટૂંક સમયમાં મળી આવશે.

નજીબ અહેમદ જેએનયુમાં એમ.એસસી બાયોટેકનોલોજીના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. કથિત રીતે, નજીબ અહેમદનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ, તે જેએનયુના માહી-માંડવી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયો. ૧૫ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ અચાનક ગુમ થયા પછી, આ કેસ સમગ્ર દિલ્હીમાં હેડલાઇન્સમાં રહ્યો. સમયાંતરે, વિદ્યાર્થીઓએ નજીબને શોધવા માટે આંદોલન કર્યું. કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો, પરંતુ નજીબ મળી શક્્યો નહીં. તેની માતાના જણાવ્યા મુજબ, તે ૧૩ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ રજાઓ પછી જેએનયુ પાછો ફર્યો. ૧૫-૧૬ ઓક્ટોબરની રાત્રે, નજીબે તેની માતાને ફોન કરીને કહ્યું કે તેની સાથે કંઈક ખોટું છે. માતા ફાતિમા નફીસે પોતાની એફઆઇઆર માં એમ પણ કહ્યું હતું કે અહેમદના રૂમમેટ કાસિમે તેમને કહ્યું હતું કે નજીબ સાથે ઝઘડો થયો હતો અને તે ઘાયલ થયો હતો. બધું જાણ્યા પછી, બીજા દિવસે, ફાતિમા નફીસ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી તેના પુત્રને મળવા દિલ્હી પહોંચી. તેણીએ નજીબ સાથે વાત કરી અને તેને તેની હોસ્ટેલમાં મળવા કહ્યું. પરંતુ જ્યારે તે માહી-માંડવી હોસ્ટેલના રૂમ નંબર ૧૦૬ પર પહોંચી, ત્યારે નજીબ અહેમદ ક્્યાંય દેખાયો નહીં. તે દિવસથી આજ સુધી, માતા તેના પુત્રને મળવાની રાહ જોઈ રહી છે. ગુમ થયેલા વ્યક્તિની શોધ સમાપ્ત કરવાની સીબીઆઈને મંજૂરી આપતાં, ન્યાયાધીશે કહ્યું કે, ગુમ થયાના દિવસે હોસ્ટેલમાં પાછા ફર્યા બાદ નજીબ અને કોઈની વચ્ચે કોઈ ઝઘડો કે લડાઈનો કોઈ પુરાવો નથી, જે સૂચવે છે કે તેનું ગુમ થવું કોઈ શંકાસ્પદ અથવા ત્નદ્ગેં ના કોઈ અન્ય વ્યક્તિ દ્વારા થયું હતું.

કોર્ટે નજીબની માતા વિશે વધુમાં કહ્યું, “આ કોર્ટ એક ચિંતિત માતાની દુર્દશાને સમજે છે, જે ૨૦૧૬ થી તેના ગુમ થયેલા પુત્ર વિશે સંકેતો શોધી રહી છે, પરંતુ હાલના કેસમાં, તપાસ એજન્સી, એટલે કે, સીબીઆઈને જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.”આરોપીને ગુના માટે દોષી ઠેરવી શકાય નહીં. સત્યની શોધ એ દરેક ગુનાહિત તપાસનો પાયો છે, છતાં એવા કિસ્સાઓ છે જ્યાં તપાસ તંત્રના સતત પ્રયાસો છતાં તપાસ તેના નિષ્કર્ષ પર પહોંચી શકતી નથી. ઓક્ટોબર ૨૦૧૮ માં, સીબીઆઈએ આ કેસમાં તેની તપાસ બંધ કરી દીધી કારણ કે જેએનયુમાં માસ્ટરના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અહેમદને શોધવાના એજન્સીના પ્રયાસોનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જોકે, હવે કોર્ટે સીબીઆઈને તપાસ બંધ કરવાની પરવાનગી પણ આપી દીધી છે. દિલ્હી હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ, એજન્સીએ આ કેસમાં કોર્ટ સમક્ષ તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો. જ્યારે દિલ્હી પોલીસ અને સીબીઆઈએ આ કેસ બંધ કરી દીધો છે, ત્યારે હજુ પણ એક વ્યક્તિ એવી છે જે નજીબને શોધવાની આશા રાખે છે. તે તેની માતા છે. નજીબ અહેમદની માતા ફાતિમા નફીસ હજુ પણ તેના પુત્રને શોધવાની રાહ જોઈ રહી છે. કોર્ટે સીબીઆઈને તપાસ બંધ કરવાની મંજૂરી આપી છે તે જાણ્યા પછી, નજીબની માતાએ કહ્યું, હું મારા છેલ્લા શ્વાસ સુધી નજીબની રાહ જોઈશ.