જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન અને સ્ટુડન્ટ્‌સ ફેડરેશન આૅફ ઈન્ડિયાના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં લગભગ ૧૨ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિદ્યાર્થી સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની નવી દિલ્હીની એઈમ્સમાં સારવાર થઈ રહી છે. આ ઘટના અંગે દિલ્હી પોલીસમાં ઔપચારિક ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ઓફિસમાં બની હતી. બંને પક્ષોના સભ્યો એકબીજો પર હિંસા શરૂ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જેએનયુમાં પહેલીવાર કોઈ હિંસા થઈ નથી. જેએનયુ ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યું છે. અગાઉ ૬ જોન્યુઆરી ૨૦૨૦ના રોજ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ હુમલા માટે ડાબેરી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા હતા. જેએનયુમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સામે આવ્યા હતા. તેઓ એબીવીપીના સભ્ય હતા. તેણે ડાબેરી સંગઠનો પર હુમલાનો આરોપ લગાવ્યો. વિદ્યાર્થીએ કહ્યું કે શિયાળુ સત્ર માટે નોંધણીને લઈને લડાઈ થઈ હતી. વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, ૭૦૦ લોકો (ડાબેરી સંગઠનોના) શાંતિ માર્ચના બહાને એકઠા થયા હતા અને તેઓએ જ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું હતું જેથી નોંધણી ખોરવાઈ જોય.