કેનેડા ગયેલા ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે એ નવી વાત નથી, પરંતુ અમેરિકા માટે ચિંતાજનક બાબત એ છે કે આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમેરિકન ન્યૂઝ ચેનલ ફર્સ્ટ પોસ્ટ અમેરિકા દ્વારા તાજેતરમાં જારી કરાયેલા ડેટા અનુસાર, જૂન ૨૦૨૪ના એ જ મહિનામાં, કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા ૫,૧૫૨ ભારતીયો ઝડપાયા હતા.
અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ આંકડાઓએ માત્ર અગાઉના રેકોર્ડ તોડ્યા જ નહીં, પરંતુ સ્થળાંતર પેટર્નમાં ફેરફારનો પણ સંકેત આપ્યો છે. આ કારણે અમેરિકાએ કેનેડાને વિઝા નિયમો કડક બનાવવા વિનંતી કરી છે, જેથી લોકો કેનેડા મારફતે આવી શકે અને અમેરિકાને ગેરકાયદેસર ઈમિગ્રેશનની ચિંતા ન કરવી પડે. કેનેડાએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને છેલ્લા કેટલાક મહિનામાં વિઝિટર વિઝા પર કેનેડા ગયેલા ૬,૦૦૦ લોકોને ડિપોર્ટ કર્યા છે.
કેનેડામાં ભારતીયોની સંખ્યા ઓછી નથી. લાખો ભારતીયો ત્યાં રહે છે. આમાંથી મોટા ભાગના ભારતીયો પડોશી દેશ અમેરિકામાં સ્થાયી થવાનું સપનું લઈને કેનેડા પહોંચે છે. કેનેડાના આ લોકો પગપાળા, બોટ અથવા ગમે તે માધ્યમથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ રેશિયો હવે વધી ગયો છે. જૂન ૨૦૨૪ ના એક જ મહિનામાં, કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશેલા ૫,૧૫૨ ભારતીયોને પકડી લેવામાં આવ્યા હતા અને યુએસમાં પ્રવેશની પરવાનગી વિના કેનેડા પાછા મોકલવામાં આવ્યા હતા. આ ઘૂસણખોરી સરળ છે કારણ કે અમેરિકાની જમીની સરહદ કેનેડાને અડીને છે અને બંને દેશો વચ્ચેની સરહદ ૯ હજાર કિલોમીટર છે. અડધી સરહદ પણ ખાલી છે. ત્યાં કોઈ વસ્તી કે ગામ નથી. જંગલ એટલે જંગલ. ઘૂસણખોરો આ વિસ્તારનો ઉપયોગ કરે છે. આ એવા વિસ્તારો છે જ્યાં ન તો કેનેડા કે અમેરિકામાં કોઈ સુરક્ષા કે ચેકપોસ્ટ નથી.
આ માર્ગ દ્વારા ભારતીયોની રેકોર્ડબ્રેક ઘૂસણખોરીથી અમેરિકા ચિંતિત છે. કેનેડા અને અમેરિકા વચ્ચે ૯ હજાર કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશો વચ્ચે કોઈ વિવાદ નથી તેથી કોઈ વાડ કે કોઈ અડચણ નથી. કેનેડા અને અમેરિકાની સરહદ વચ્ચે કેટલાક વિસ્તાર એવા છે જ્યાંથી તમે પગપાળા અમેરિકા પહોંચી શકો છો. તે ખૂબ જ સરળ છે. અમારી પાસે રાજ્ય ધોરીમાર્ગો પર આંતરિક રસ્તાઓ છે અને રાજસ્થાન અથવા મહારાષ્ટÙ સુધી વાહન ચલાવી શકીએ છીએ. બંને દેશ વચ્ચે કોઈ ચેકપોઈન્ટ કે બોર્ડર નથી અને અચાનક તમે પાડોશી રાજ્યમાં છો, એવું કેનેડા અને અમેરિકા વચ્ચે છે. અત્યાર સુધી લોકો કાર, બોટ કે પગપાળા ચલાવીને અમેરિકા પહોંચતા હતા.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા અનુસાર, યુએસ-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે. રેકોર્ડ બ્રેકિંગ ઉંચાઈઃ જૂન મહિનામાં ૫ હજારથી વધુ ભારતીયો દસ્તાવેજા વગર ફરતા અને ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પકડાયા છે. કેનેડા-યુએસ સરહદ શાંતિપૂર્ણ સરહદ અને સૌથી લાંબી સરહદ છે. હવે બંને દેશો માટે સૌથી મોટો પડકાર સરહદી ઘૂસણખોરીનો છે. ઘૂસણખોરી માટે મેÂક્સકો એક સરળ સ્થળ છે. બ્રાઝિલ, નિકારાગુઆથી મેÂક્સકો અને ત્યાંથી અમેરિકા. બધું શક્ય છે. કેનેડા માત્ર જમીન દ્વારા અમેરિકા સાથે જાડાયેલું છે. અન્ય કોઈ સ્થાન સાથે જાડાયેલ નથી.