બગસરા તાલુકાના જૂની હળિયાદ ખાતે આવતી કાલ તા. ૧૪ના રોજ નવનિર્મિત લેઉવા પટેલ સમાજની વાડીનો લોકાર્પણ કાર્યક્રમ તથા તુલસી વિવાહનું આયોજન કરાયું છે.
બગસરાના જૂની હળિયાદ ખાતે અંદાજે રૂ. ર કરોડના ખર્ચે લેઉવા પટેલ સમાજની વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાડીના લોકાર્પણ પ્રસંગની સાથે વાડીમાં તુલસી વિવાહ યોજાશે. લગભગ છેલ્લા એકાદ વર્ષથી ચાલતું વાડી નિર્માણનું કામ પૂર્ણ થયું છે. વાડીના લોકાર્પણ પ્રસંગે દાતાઓ તેમજ ગામના આગેવાનો, ગ્રામજનો બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહેશે.