(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧
તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જાવા મળી રહ્યું છે. વીડિયોમાં જાઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મુકવામાં આવી છે.“બહાર પેપર લીકેજ, અંદર પાણી લીકેજ. રાષ્ટપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં તાજેતરનું પાણી લીકેજ, નવી ઇમારતમાં હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે, જેનું નિર્માણ કરવાનું બાકી છે,” કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયામાં લખ્યું. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. શા માટે જૂની સંસદને ફરી કામ કરવા ન દેવી, ઓછામાં ઓછું – કમસેકમ જ્યાં સુધી અબજા રૂપિયાથી બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલે છે. અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકાર હેઠળ બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારશીલ રચનાનો એક ભાગ છે
સપા નેતાએ સંસદમાં લીકેજ થયાના વીડિયો પર પ્રતિક્રિયા આપતો વીડિયો શેર કર્યો હતો. તેમના વીડિયો પર એક યુઝરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જૂની સંસદના હાલ આના કરતાં પણ વધારે ખરાબ હતા. આ લખી તેમણે જૂની સંસદનો વીડિયો શેર કરતાં લખ્યું કે તેમાં પાણી લીક નહી પરંતુ પમ્પ દ્વારા બહાર કાઢવું પડે તેટલું પાણી અંદર ભરાઈ જતું હતું.દિલ્હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્હીમાં બુધવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો, જેના પછી દિલ્હીના સરિતા વિહાર, દરિયાગંજ, પ્રગતિ મેદાન અને આઈટીઓ સહિત ઘણા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા. ગુરુવારે સવારે પણ તેની અસર જાવા મળી હતી અને આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયેલા જાવા મળ્યા હતા.સવારથી જ માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર જાવા મળી હતી. વરસાદના કારણે બગડેલી Âસ્થતિને કારણે દિલ્હીમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલીક કોલેજા પણ બંધ રહેશે.