લીલીયા મોટા સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડોક્ટરની અછત હતી, જેના કારણે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે, ડો. દિશાંત પરમારની લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે નિમણૂક થતા લીલીયાના રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડો. પરમારનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત સહિત અનેક અગ્રણીઓ અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા હતા.









































