જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતના મુદ્દે બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં માંગણીઓ કરવામાં આવી છે કે, જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવી, સાતમા પગાર પંચનો લાભ સમગ્ર દેશમાં સમાન રૂપે આપવો, કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષક વિરોધી જાગવાઇઓને દૂર કરવી, શિક્ષકોને રજા બાબતોના નિર્ણય તાત્કાલિક કરવા, નિવૃત્ત થયેલા શિક્ષકો સામે અન્ય શિક્ષકોને કાયમી કરવા સહિતની માંગ કરાઇ હતી.