અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબના અદમ્ય નેતૃત્વથી શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ આપવા માટે વિશેષ કૅમ્પ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલના કર્મચારીઓને સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેના નિમણૂક હુકમ આપવામાં આવ્યા. અમદાવાદ શહેરની જેટલી પણ ગ્રાન્ટેડ સ્કૂ લ છે તેમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને રાજ્ય સરકારના નાણા વિભાગના ઠરાવ અનુસાર જૂની પેન્શન યોજનામાં સમાવેશ માટે પરિપત્ર થયેલો. તે અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર શ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓને ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે પરિપત્ર થયેલ. તે અનુસંધાને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સંપૂર્ણ અભ્યાસ કરીને તે જ દિવસે શહેરમાં આવેલ અને પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓ માટેનો કેમ્પ ગોઠવી નાખ્યો.
કેમ્પમાં બીટ પ્રમાણે એક થી પાંચ અને છ થી દસ એવા બે દિવસોમાં જેટલી પણ પાત્રતા ધરાવતી સ્કૂલના કર્મચારીઓને તરત જ ફાઈલોની યોગ્ય ચકાસણી કરનાર મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ પટેલ, ડા અંજનાબેન મોદી અને અન્ય બીટની જવાબદારી ધરાવતા AEI સાહેબો દ્વારા સંપૂર્ણ ફાઈલ ચેક થયા પછી સહી કરીને ઓફિસ ક્લાર્ક તરીકે જવાબદારી નિભાવતા મયુરભાઈ ડાભી અને બહેન તથા તેમની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓએ તાબડતોડ ખડેપગે રહીને પાત્રતા ધરાવતા કર્મચારીઓને નિમણૂક હુકમ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબની સહીથી વિતરણ કરવામાં આવ્યા.
દરરોજ જેટલી ફાઈલો આવે તે જ દિવસે તેનું નિરાકરણ અને સોલ્યુશન થઈ જાય. તેમના ટેબલ ઉપર આવેલું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા ફાઈલ ચેક કરીને નીવેડો લાવવા સતત વ્યસ્ત અને મસ્ત ગુણવત્તાયુક્ત કામ કરતા સાહેબનું આયોજન અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ છે. ગુડ ગવર્નન્સ, આઇએસઓનું પ્રમાણપત્ર, સારથી એપ્લિકેશન, સમય મર્યાદામાં કામ કરવાની ગતિશીલતા સ્થાપિત કરી છે.
અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને તેવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. કર્મચારીઓના પગાર, એરિયર્સ બીલ, પેન્શન કેસ, જુના શિક્ષકો અન્ય જિલ્લામાં આવ્યા હોય તેમણે દરખાસ્ત મૂકી હોય તે જ સાંજે એમ્પ્લોયમેન્ટ નંબર એલોટ કરવા જેથી કર્મચારીને ચાલુ માસે પગાર મળી રહે. આવા અનેક કચેરીના કાર્યો પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી, કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરે છે ત્યારે જ સાહેબ સફળ થાય છે.
રોહિતભાઈ ચૌધરી સાહેબના હૃદયમાં શિક્ષકત્વના ગુણો નિરંતર જોવા મળ્યા છે. સાહેબના કાર્યોની નોંધ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા સાહેબ અને શિક્ષણ સચિવ મુકેશકુમાર (આઈ.એ.એસ) સાહેબે લીધી છે.
અધિકારીઓ રાજ્યની ગુણવત્તા છે. સરકારના કામોનું
વિસ્તૃતિકરણ અને વ્યાપકીકરણ કરવાનું કાર્ય સમય મર્યાદામાં જ હોય છે. પોતાનો ધર્મ સમજી અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી કાર્ય કરે તે અધિકારી સરકારની ગુડબુકમાં હોય છે. રોહિતભાઈ ચૌધરી સાહેબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. જેમાં તેમને સફળતા મળી છે.
જુની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા આચાર્યો, શિક્ષકો અને ક્લાર્કોને તેમજ સેવક ભાઈઓને પાત્રતા નિમણૂક હુકમ આપી દીધેલ છે. તેમને ટૂંક સમયમાં આધારભૂત ડોક્યુમેન્ટ ચેક કરીને જી.પી.એફ નંબર ટૂંક સમયમાં એલોટ થઈ જશે તેવું રોહિતભાઈ ચૌધરી સાહેબનું આયોજન છે. જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા શિક્ષકોના ઘરે ભર ઉનાળામાં દિવાળી જેવુ વાતાવરણ નિર્માણ કરવામાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબનો વિશેષ ફાળો છે.
સાહેબનો પોઝિટિવ એટીટ્યુડ અને શિક્ષકોના પ્રશ્નો સત્વરે પૂર્ણ થાય તે માટે સતત કટિબદ્ધ રહે છે. કચેરીના કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવામાં તેમની નિષ્ઠાના દર્શન થાય છે. જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને સમાવવા માટે કર્મચારી મહામંડળો, બધા સંઘોના હોદ્દેદારોએ સરકારના અભિગમને હકારાત્મક બનાવીને લાભ અપાવ્યો છે તે માટે અભિનંદનને પાત્ર છે.
જૂની પેન્શન યોજના અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેરની કામગીરી ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લગાવે તેવી છે. જૂની પેન્શન યોજના પ્રાપ્ત થવાથી જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ થકી આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને સાહેબ તમે આગળ વધો, અમો તમારા તમામ મનોરથ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. Mo.૯૮૨૫૭૦૨૨૮૨