દિલ્હીના ગોકળપુરી વિસ્તારમાં યુવતીએ પોતાના નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની હત્યા કરી નાખી છે. તેના શબને બોરીમાં બાંધીને બાલ્કનીમાં રાખી મુક્યો હતો. શંકા જતાં પાડોશીએ પોલીસને સૂચના આપી. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને યુવતી રોહિના અને ઈશ્તાયકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખાણ બિહાર નિવાસી મકસૂદ (૩૦) તરીકે થઈ છે.
મકસૂદ અને રોહિના પહેલા પૂર્ણિયામાં રહેતા હતા. મકસૂદના ભાઈ કાદિરે જણાવ્યુ કે, તેનો ભાઈ રોહિનાને પ્રેમ કરતો હતો. બંને વર્ષ ૨૦૦૮માં ગામ છોડીને ભાગી ગયા હતા. મકસૂદના પરિવારના લોકોને આ સંબંધ મંજૂરી નહોતો. મકસૂદ પહેલાથી જ પરણેલો હતો. દિલ્હી આવ્યા બાદ યુવતીને ઈશ્તિયાક નામના યુવક સાથે ફરી વાર બીજૂ લફરૂ થયું. બંને સહમતિથી સંબંધમાં ગોકળપરી વિસ્તારમાં રહેતા હતા.
તેની જોણકારી મળતા જ મકસૂદ તેના ઘરે પહોંચી ગયો અને ત્રણેય વચ્ચે ઝઘડો થયો. ઝઘડામાં રોહિના અને ઈશ્તિયાકે ગળા દબાવીને મકસૂદની હત્યા કરી નાખી. ત્યાર બાદ શબને બોરીમાં બાંધીને બાલ્કનીમાં મુકી દીધો. બંને આ લાશને ઠેકાણે પાડવાની તડજોડમાં આમતેમ ભાટકી રહ્યા હતા. ત્યારે આ બાબતને લઈને પાડોશીઓને શંકા ગઈ અને પોલીસને બોલાવી લીધી.