(એ.આર.એલ),જૂનાગઢ,તા.૧૬
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીની ક્રાઈમે ધરપકડની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઈમે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની ધરપકડ કરી છે. જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીએ સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મહંત સામે રાજકોટ અને સુરતમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે સીઆઈડી ક્રાઈમે ૧૦ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે સુરતના એક કોર્પોરેટરે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કાઉન્સલર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેકે સ્વામીએ સુરતના વોર્ડ નંબર ૨૨ના ભાજપના કાઉÂન્સલર હિમાંશુ રાઉલજી સાથે ૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.નોંધનીય છે કે આ પહેલા પણ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત કારસ્તાન આવી ચુક્યા છે. આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિર પ્રોજેક્ટ બનાવવાના બહાને તેણે લોકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રોજેક્ટ માટે જમીનના સોદામાં ૨૦૧૬માં રૂ. ૧.૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આણંદના રિંઝા ગામમાં નદી કિનારે મંદિર બનાવવાની ઓફર કરી હતી. જમીન દલાલ સુરેશ ગૌરીએ ડોક્ટરને જણાવ્યું કે સંત જમીન ખરીદવા માગે છે