જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. ચોવટીયાના પુત્ર જય ચોવટીયાએ અમાન્ય યુનિ.માંથી એમએસસીની ડિગ્રી મેળવી, તે યુનિ.ને રાજ્ય સરકારે તા.૦૬.૦૯.૨૦૧૬ ના પરિપત્ર મુજબ બંધ કરવાનો નિર્ણય કરેલ હતો, જય ચોવટીયાએ તેની ડિગ્રી કાયદાથી અમાન્ય અને બોગસ હોવા છતાં જૂનાગઢ કૃષિ યુનિ.માં ચાલતા પીએચડી (વિસ્તરણ)ના અભ્યાસક્રમ માટે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવેલ છે. ઉપરાંત સત્તાની વગ કરીને પીએચડીના અભ્યાસક્રમમાં ગેરકાયદેસર રીતે હાજરી પૂર્ણ બતાવે છે, આમ પુત્ર જય ચોવટીયાને જૂનાગઢ કૃષિ યુનિ.માં નોકરી અપાવવા તત્કાલીન કુલપતિ એ.આર. પાઠક અને પિતા કુલપતિ ચોવટીયા મેળાપિપણુ કરીને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર ગોઠવે છે, આ આક્ષેપો ઉપર રાજ્ય સરકાર ઘટતી કાર્યવાહી કરે તેવી કોંગ્રેસે માગ કરી છે.