જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર વિસ્તારની બીજી બેચનાં ૪૯૮ એગ્રો ઈનપુટ ડિલરનો પેસ્ટીસાઈડ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્ષ પૂર્ણ થતા વિદાય અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કાર્યક્રમનાં ઉદ્દઘાટક અને કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોટીયાએ જણાવ્યું હતું કે, આ કોર્ષમાં પાક સંરક્ષણમાં જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ સહિતનું જ્ઞાન મેળવ્યું જે તમારા માટે પ્રેરણારૂપ અને મહત્વનો પુરવાર થશે. આ તકે જૂનાગઢ એગ્રો ડિલર એસો.ના પ્રમુખ રસિકભાઈ બાથાની, વિનુભાઈ બારસીયા, કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોળીયા, ગૌરવ ભીમાણીએ દરેક ડિલરોને ગિફ્ટ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.પીન્કીબેન શર્મા, સાવનભાઈ ભાભોર સહિત ઓફિસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.વાય.એચ. ઘેલાણીએ કર્યું હતું.