જૂનાગઢ હાલ માતાજીના નવલા નોરતા ની સાથે સાથે ડિસ્કો દાંડિયા ની મોસમ પણ ખીલી છે યુવકો અને યુવતીઓ હાલ આ મોસમની પુર બહારમાં મજા માણી રહ્યા છે ધર્મની સાથે આનંદ ઉલ્લાસનાં આ પર્વમાં હવે પશ્ચિમી સંસ્કૃતિ પણ હિલોળે ચડે છે અને આ બધાની સાથે આ સામાજિક પ્રવૃત્તિ આચરનારાઓ પણ સક્રિય થયા છે ગતરાત્રિના ત્રણ લુખાઓએ યુવક યુવતીને રસ્તામાં આંતરી લૂંટ ચલાવી હતી અને અન્ય કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા દૂરથી આવતી પોલીસની પીસીઆર ને જોઈ આવારા તત્વો પોબારા ભણી ગયા હતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ લુખાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આ બનાવના ફરિયાદી રાહુલ વિનોદ કાંજાણી સીંધી ઉ.વ.૨૩ રહે.મજેવડી દરવાજા ખામધ્રોળ રોડ ખ્વાઝા નગર જૂનાગઢ વાળાએ પોલીસને પોતાની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આરોપી (૧) અજાણ્યો મોટરસાયકલ સ્પલેન્ડર રજી.નં જીજે.૧૧ સીઇ ૨૧૬૦ વાળો (ર) અજાણ્યો મોટરસાયકલ સ્પલેન્ડર રજી.નં. જીજે ૧૧ એકે.૦૦૯૨ વાળો અને (૩) અજાણ્યો જયુપીટર મોટરસાયકલ નો ચાલક ગત રાત્રિના ૧૧ઃ૦૦ વાગ્યાની આસપાસના સમય ગાળા દરમ્યાન ઝાંઝરડા સોપાન પાર્ક ખાતે આ કામના ફરીયાદી રાહુલ કાંજાણી તથા તેના મિત્ર નેહાબેન ગઇ કાલે ના રાતના નવેક વાગે બંને જણા ઝાંઝરડા ખાખીનગર ખાતે ગરબી રમવા જતા હોય અને ઝાંઝરડા રોડ ઉપર આવેલ સોપાન પાર્કના સિમેન્ટ રોડ ઉપર ઉભા રહી તેમના બીજા મિત્રોની રાહ જોતા હતા તેવામા બે અજાણ્યા સ્પલેન્ડર મો.સા.રજી.નં.જીજે ૧૧ સીઇ ૨૧૬૦ વાળા તથા સ્પલેન્ડર રજી.નં.જીજે ૧૧ એકે.૦૦૯૨ વાળા તથા અજાણી જયુપીટર મોટરસાયકલ વાળા એમ ઉપરોકત ત્રણેય મો.સા.વાળાઓ ફરીયાદી રાહુલ તથા તેના મિત્ર નેહા પાસે આવી તેમને પોલીસની ખોટી ઓળખ આપી ફરીયાદી રાહુલ કાંજાણી નો કાઠલો પકડી, માર મારી ફરીયાદી ને છરી બતાવી ડરાવી, ધમકાવી, ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી રાહુલ પાસેથી રૂ.૮૦૦. બળજબરીથી કઢાવી લઇ ઉપરોકત ત્રણેય અજાણ્યા ઇસમો દુરથી પોલીસની ગાડી આવતી જોઇ જતા ત્યાં સ્થળ ઉપર એક સ્પલેન્ડર મોટરસાયકલ જી.જે.૧૧,૨૧૬૦, વાળી સ્થળ ઉપર મુકી અન્ય બે મોટરસાયકલ ઉપર ભાગી જઇ ગુન્હો કર્યા બાબત ફરિયાદ આપતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.