જૂનાગઢમાં યોજાનાર વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય બેઠક સંદર્ભે તા. ર૮-નવે.ના રોજ ગોંડલ ખાતે વિ.હી.પ.ની ગુજરાતની અગત્યની બેઠક મળી હતી. જેમાં અમરેલી જિલ્લા વિ.હી.પ.ના ડો. ભાનુભાઇ કીકાણી, હસુભાઇ દુધાત, ભરતભાઇ કાનાણી, અરવિંદભાઇ મેસિયા, આશિષભાઇ ગણાત્રા, ધર્મેન્દ્રભાઇ કાચા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જૂનાગઢ બેઠકની કામગીરી અને વ્યવસ્થાઓની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. અમરેલી વિ.હી.પ.ના ભાનુભાઇ કીકાણીને ડોક્ટરી ટીમના ઇન્ચાર્જ તરીકે, હસુભાઇ દુધાત, ભરતભાઇ કાનાણી, અરવિંદભાઇ મેસિયા, ધર્મેન્દ્રભાઇ કાચાને અતિથિ અને બેઠકમાં ઉપસ્થિત રહેનાર વિવિધ રાજ્યોના અને દેશના પદાધિકારીઓ અને અન્ય અપેક્ષિત આગેવાનોના નિવાસ સ્થાનની જવાબદારી સોંપાઇ હતી.