ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે મકાનો અને ઈમારતો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી થતાં ૪થી ૫ વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
મળતી મહિતી અનુસાર, જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલની થતાં ૪થી ૫ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી.
આ અંગેની જાણ થતાની સાથે જ વિદ્યાર્થિનીઓના વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.