જુનાગઢના નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારની પ્રવૃતિ સાથે સંકળાયેલા અશ્વિન વલકુભાઈ સાબડ અંગે જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ-૯ના  કોર્પોરેટર કરમણભાઈ પૂંજાભાઈ રબારીએ પોલીસને માહિતી આપી હતી.જેની અદાવત રાખીને આરોપી અશ્વિન સાબડ અને તેના પાંચ સાગરીતોએ કાવતરૂ ઘડીને ભવનાથ વડલી ચોક રોડ પર કરમણભાઈ રબારી પર પિસ્ટલથી માથાના તથા પીઢના ભાગે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યુ હતું.બાદમાં ૨૬.૨.૨૦૧૦ના રોજ પોલીસે આરોપી અશ્વિન સાબડની ધરપકડ કરીને તેને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ ૧૮.૧૦.૨૦૧૯ના રોજ તે પાંચ દિવસના વચગાળાના જામની પર મુક્ત થયો હતો. જાકે ૨૪,૧૦,૨૦૧૯થી તે ફરાર થઈ ગયો હતો.આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલએ તપાસ હાથ ધરીને રાજસ્થાનના બિકાનેરથી આરોપી અશ્વિન સાબડની ધરપકડ કરી હતી. પોલીસથી બચવા માટે તેણે વાળ દાઢી વધારીને સાધુ જેવા તથા શીખ જેવી પાઘડી પહેરીને અલગ અલગ વેશ ધારણ કરીને અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો.