જૂનાગઢમાં આજથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણીરૂપે આજે સાધુ, સંતો દ્વારા ભવનાથ મંદિરની પૂજા કરી અને ધજા ચઢાવી હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રી મેળાનો આરંભ કરાયો છે.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ૫ થી ૮ માર્ચ સુધી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી ભાવિક ભક્તો ભવનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા છે. ૪ દિવસ સુધી ચાલનારા મેળામાં ભોજન, ભકત અને ભજનનો ત્રવેણી સંગમ જોવા મળશે.
સાધુ, સંતો અને અધિકારીઓ દ્વારા મંદિરના શિખરે ધજા ચઢાવાઈ હતી. તેમજ પૂજા વિધિ કરવામાં આવી હતી. મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવની પૂજા કરી આજથી મેળો ખુલ્લો મૂકાયો છે. તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવાઈ છે