સમાજને લાલ બત્તી સમાન કિસ્સાઓ જૂનાગઢ એ-ડીવીઝન પોલીસમાં બનવા પામ્યો છે. ૧૫ વર્ષની સગીરાને તેના રાજકોટ રહેતા પ્રેમીએ રાજકોટ બોલાવી જુદી-જુદી હોટલોમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ અન્ય તેના મિત્રોને બોલાવી દેહવિક્રયમાં ધકેલી દીધાની ઘટના સામે આવી છે જેની આજે ફરિયાદ નોંધાતા પોક્સોની કલમનો ઉમેરો થવા પામ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે સુખનાથ ચોક ધારાગઢ વિસ્તારમાં રહેતો એક મુÂસ્લમ શખ્સ મજુરી કામ કરતો હોય તેમની ૧૫ વર્ષની સગીરાને રાજકોટ રહેતો અરબાજ નામનો પ્રેમી ફેસબુક પર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી બાદ ગત તા.૨૦ને સગીરાને રાજકોટ બોલાવી હતી. રાત્રીના ૧૦ કલાકે સગીરા બસમાં રાજકોટ ગોંડલ ચોકડીએ ઉતરેલ ત્યાંથી તેનો પ્રેમી અરબાજ બાઇકમાં લઇ જુદી-જુદી હોટલોમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજર્યો હતો. રાજકોટની આજુબાજુની હોટલોમાં રાખી અરબાજે સગીરાને નાણાની લાલચ આપી જુદા-જુદા ગ્રાહકોની સાથે દેહ વ્યાપાર શરુ કરી સગીરાને એક ગ્રાહકના બે હજાર આપતો હતો.
બીજી બાજુ જુનાગઢ સગીરાના પિતાએ પોતાની પુત્રી ગુમ થયાની એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલ જેના આધારે જુનાગઢ એ-ડીવીઝન પોલીસે મોબાઇલના લોકેશન અને ઇલેક્ટ્રીક માધ્યમથી સગીરાનું લોકેશન મેળવી સગીરા અને તેના રાજકોટના પ્રેમની અરબાઝ ઉપરાંત જુનાગઢનો મુÂસ્લમ શખ્સને પકડી પાડી જુનાગઢ લઇ આવ્યા છે. સગીરાની પૂછપરછમાં વધુ ૮ થી વધુ વ્યકિતઓના નામો ખુલવા પામ્યા છે.
જેઓને પોલીસે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આમ પ્રેમીએ લગ્નની લાલચ આપી દેહ વેપારમાં ધકેલી દેતા સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. પીઆઇ બી.બી. કોલીએ વધુ તપાસ હાથ ધરી છે.