જૂનાગઢમાં બનેલી ઘટનાના વિરોધમાં અને તેમાં કડક કાર્યવાહીની માંગ સાથે રાજુલા તાલુકાના ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જૂનાગઢની આ ઘટનામાં સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આવેદનપત્ર આપવા સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ આવેદનપત્ર પાઠવવા માટે ગુજરાત રાજ્યના ત્રિપાંખ સાધુ સમાજના પ્રમુખ વૈકુંઠગીરીબાપુ ગોસ્વામી સહિતના સમાજના સૌ અગ્રણીઓ એકસાથે ઉપસ્થિત રહ્યા હતા.






































