જૂનાગઢના મારૂતિનગર, ખામધ્રોળ પર રહેતા ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત(ઉ.વ.૩પ) તેમની કાર લઈ બપોરના સમયે નવા બાયપાસ રોડ પરથી વંથલી તરફ જતા હતા. તેવામાં વધાવી નજીક અચાનક જ તેમણે કાર પરથી કાબુ ગુમાવતા ગાડી બેકાબુ બની ગઈ હતી. હરીયાવન ડેમમાં ઉપરના ભાગે પાણી અને નીચે કાદવ હોવાથી ગાડી કાદવમાં ખુંચી ગઈ હતી. આ અંગે રસ્તા પર પસાર થતા રાહદારીઓ તથા નજીકમાં આવેલ હોટલના સંચાલકો અને સ્થાનિકોએ ઘટનાને નજરે જાયા બાદ તુરંત જ પોલીસ, ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. પરંતુ ગાડી કાદવમાં ખુંચી ગઈ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ હતી. આ અંગે પોલીસે તુરંત જ મનપાની ફાયર ટીમને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. બાદમાં ગાડીને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ક્રેઈનની મદદ વડે ગાડીને બહાર કાઢવામાં આવી હતી. ગાડીને બહાર કાઢી ત્યારે તેમાંથી ઈશ્વરદાસ નિમાવત નામના યુવાનની લાશ મળી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોÂસ્પટલે ખસેડયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈપણ જાણ હતી નહી. ગાડી બહાર નીકળ્યા બાદ તેમાં એક જ વ્યÂક્ત સવાર હોવાનું સામે આવ્યું છે.