જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ૨ દિવસ પૂર્વે આંતરરાષ્ટ્રીય વોટ્‌સએપ કોલ મારફતે ખંડણી માંગીને પરિવારના તમામ સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી અભદ્ર ભાષામાં કરવામાં આવતા ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા પોલીસ મથકમાં આંતરરાષ્ટ્રીય કોલ કરનાર વ્યવ્ક્તિ સામે ફરીયાદ નોંધાવામાં આવી છે. જેને લઈને જુનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.સમગ્ર મામલામાં ૨ દિવસ પૂર્વે વોટ્‌સએપ કોલ મારફતે ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ૩૦ લાખ રૂપિયાની માંગ કરીને જા આમ નહીં કરવામાં આવે તો તેમની સાથે તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી વોટ્‌સએપ કોલ મારફતે સંજય કોરડીયાને મળી હતી. ત્યારબાદ તેમણે બી  ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને જુનાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આંતરરાષ્ટ્રીય વોટ્‌સએપ કોલ કરનાર વ્યવ્ક્તિએ ખંડણીની રકમ અમદાવાદના રોનક ઠાકુર નામના વ્યવ્ક્તિને પહોંચતી કરવાની છે. તેની સાથે તેનો મોબાઈલ નંબર પણ મેસેજ દ્વારા સંજય કોરડીયાને આપવામાં આવ્યો છે. આ પ્રકારની વોટ્‌સએપ કોલ અને મેસેજ દ્વારા સંજય કોરડીયાને ધમકી ભરી ભાષામાં પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. સમગ્ર મામલો ખંડણી સાથે જાડાયેલો હોવાથી ધારાસભ્ય દ્વારા જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય કોલ કરનાર વ્યવ્ક્તિએ રોનક ઠાકોરનું નામ અને તેનો મોબાઈલ નંબર આપ્યો છે.જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને આફ્રિકાના કોંગોમાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને પહેલા ૩૦ લાખ અને બાદમાં ૦૫ લાખની ખંડણી માંગવાના આરોપી સામે જૂનાગઢ પોલીસે તુરંત કાર્યવાહી કરતા આ ફોન આફ્રિકામાં કોંગોમાં રહેતા સમીર બલોચ નામના વ્યવ્ક્તિએ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદનો રોનક ઠાકુર અને વેરાવળનો ઈમરાન પણ ખંડણી માંગવાના કેસમાં સામેલ જાવા મળતા પોલીસે ઇમરાનની વેરાવળથી અને રોનક ઠાકુરની અમદાવાદથી અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મુખ્ય આરોપી સમીર બલોચ હાલ સાઉથ આફ્રિકાના કોંગો શહેરમાં રહે છે. જેને પકડી પાડવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે મુખ્ય આરોપી સમીર તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામનો વતની છે ને હાલ તે કોઈ કારણોસર સાઉથ આફ્રિકા ના કોંગો માં રહે છે મુખ્ય આરોપી સમીર બલોચ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં એક અપરાધ અગાઉ નોંધાઈ ચૂક્્યો છે. તો વેરાવળના ઇમરાન સામે પણ વેરાવળ સીટી પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયા છે.