જિલ્લાના ખડીયા નજીક આવેલા ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરીને લાશને વાડીની પાણી ભરેલી કુંડીંમા નાંખીને વાડીના દરવાજે તાળું મારી દીધું હતું. જે બાદ પતિ ફરાર થઇ ગયો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ, તોરણીયા ગામ નજીક પોતાની માલિકીની વાડીમાં રામદે ઢોલા અને તેની પત્ની લીલીબેન રહેતા હતા. ૧૩ વર્ષના લગ્ન ગાળા દરમિયાન તેમને બે જોડીયા દીકરા છે. તેમની ઉંમર ૧૧ વર્ષની છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર કંકાસ થતો હતો અને પરિવાર જનોની સમજોવટથી મામલો શાંત થતો હતો. ગઈકાલે ફરીથી પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે દરમિયાન આવેશમાં આવીને પતિ રામદે ઢોલાએ પોતાની પત્ની લીલીબેનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં લીલીબેનનું ઢીમ ઢાળી દીધું હતું.
ત્યાર બાદ લાશને વાડીમાં રહેલા પાણીની કુંડીમાં નાંખીને પતિ ફરાર થઇ ગયો હતો. રાત્રે આરોપીના પિતા બળદ લઈ રામદેની વાડીએ બળદને લઈને પાણી પીવડાવવા ગયા હતા. પણ વાડી બંધ હતી તે જોઇને દીવાલ કુદીને અંદર ગયા હતા. જે બાદ દરવાજો ખોલી બળદને પાણી પીવડાવવા માટે પાણીની કુંડી એ લઈ જતા કુંડીમાં લીલીબેનનો મૃતદેહ પડેલો દેખાયો હતો. જે જોઇને તેઓ ડરી ગયા હતા.
આરોપીના પીતાએ ખડીયા ગામના જોગૃત સરપંચ કાળાભાઈ ભાદરકાને આ અંગેની જોણ કરી હતી. સરપંચે પોલીસને જોણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. બનાવના સમયે આરોપી રામદેના બન્ને બાળકો તેના કાકાની વાડી પર હતા. મૃતક લીલીબેનનું પિયર માંગરોળ તાલુકાનુ લોએજ ગામ છે. ઘટનાની જોણ થતા તેમના પિયર પક્ષના લોકો જૂનાગઢ પહોંચી ગયા છે. હાલ પોલીસે ફરાર પતિ રામદે ઢોલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘર કંકાસના કારણે વધુ એક પરિવારનો માળો વીખરાયાનું પ્રકાશમાં આવ્યું છે.