દિલ્હી-એનસીઆર વિસ્તારમાં આકાશ વાદળછાયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હી-દ્ગઝ્રઇનાં ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. જો કે, ઉત્તર ભારતના લોકોએ વર્ષના પ્રથમ ચોમાસાના વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડશે. આઇએમડીએ ૧૦૩ ટકા વરસાદની આગાહી કરી છે.
આઇએમડીએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા જણાવી છે. ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું ૨૬.૬ ડિગ્રી સેલ્સિયસ હતું. IMDએ કહ્યું કે આ હવામાન પરિસ્થિતિઓના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણજણાવ્યું હતું કે શુક્રવાર સુધી પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે.
હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.આઇએમડીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને નોર્થ-ઈસ્ટમાં છુટો-છવાયા વરસાદની સાથે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે.
આ વખતે નૌતપામાં અન્ય વર્ષની સરખામણીએ ગરમી ઓછી છે, તેથી પ્રિ-મોન્સુન એક્ટિવવિટી પણ ઓછી રહેશે, જૂનમાં વધુ વરસાદની શક્યતા પણ ઓછી છે. જૂનના બીજો સપ્તાહથી ચોમાસા પૂર્વેની થોડી સ્થિતિ થવાની સંભાવના છે.
મધ્યપ્રદેશના હવામાનશાસ્ત્રી એકે શુક્લા કહે છે- નૌતપા એટલે ચોમાસા પહેલાની આકરી ગરમી. આ ગરમી પડવાના કારણે હવા ગરમ થઈને ઉપર વધે છે. ઉપર ઉઠ્‌યા પછી, ખાલી જગ્યા ભરવા માટે, દરિયામાંથી ભેજવાળા દક્ષિણ-પશ્ચિમ પવનો આવે છે. જેના કારણે સિસ્ટમ અથવા વાદળ બને છે. પછી તેનાથી વરસાદ પડે છે.