જિલ્લામાંથી દારૂની બદી દૂર કરવા એસપી સખત પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લેતા. બગસરાના જુની હળિયાદ ગામે એક યુવકે દારૂ વેચવા મુદ્દે તેમના કુટુંબીજનોને ઠપકો આપતાં તેની અને તેની માતા પર હુમલો કરી જાનથી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેશભાઈ મુળજીભાઈ દાફડા (ઉ.વ.૩૫)એ પ્રફુલભાઈ કનુભાઈ દાફડા, કલ્પેશભાઈ કનુભાઈ દાફડા અને સવિતાબેન કનુભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પ્રફુલભાઈ તેમના ઘરની બાજુમાં અવાર નવાર દારૂ વેચતા હોવાથી તેમને ઠપકો આપ્યો હતો. જેથી તેમને સારુ નહીં લાગતા આ વાતની અદાવત રાખી ત્રણેય જણાએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત વારાફરતી માથામાં લોખંડના સળીયાના ઘા માર્યા હતા તથા તેની માતા મંજુલાબેનને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.