બગસરાના જુની હળીયાદ ગામે રહેતી એક સગીરાને ખારી ગામનો યુવક લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ખારી ગામના આકાશ ઉર્ફે કસો કમલેશભાઈ ચુડાસમા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની દિકરી સગીર વયની અને અણસમજુ હોવાનું જાણવા છતાં તેના ભોળપણનો લાભ લઈ પ્રેમજાળમાં ફસાવી, લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી.સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.