બગસરાના જુની હળિયાદના મેડિકલ ઓફિસર ડો. ધર્મેશ કરમટા ઉચ્ચ અભ્યાસ કરવા જવાના હોવાથી તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપતા પ્રા.આ.કેન્દ્ર જુની હળિયાદ તથા તાલુકા હેલ્થ કચેરી બગસરાના તમામ સ્ટાફ દ્વારા ડો. કરમટાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. કરમટાનું તાલુકા હેલ્થ કચેરી બગસરાના તમામ સ્ટાફ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની હળિયાદના તમામ સ્ટાફ દ્વારા શ્રીફળ -પડો, શાલ ઓઢાડી અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડોકટરો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.