નડિયાદમાં સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૮-૧૯ સપ્ટેમ્બરના રોજ ૩૫મી વેસ્ટ ઝોન જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જ્યાં અંડર-૧૪, ૧૬, ૧૮ અને ૨૦ના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના વિદ્યાર્થીઓમાં અંડર-૧૬ નકુમ માર્ગીએ ૬૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ અને ૬૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ, અંડર-૧૮ મકવાણા
જાગૃતિએ ૮૦૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ, અંડર-૧૪માં મોરી પ્રતીક્ષાએ ટ્રાયથલોનમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ, અંડર-૧૬ ભુરીયા આકાશે ૬૦૦ મીટરમાં ગોલ્ડ અને ૬૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ, અંડર-૧૮માં વાઘેલા દર્શને ૪૦૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ, અંડર-૧૮ નકુમ હાર્વીને ૧ કિલોમીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. વિજેતા ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થયેલ છે, તેમજ અમરેલી જિલ્લા અને શાળાનું નામ રોશન કરેલ છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને દરેક રમતગમતમાં નિયમિત પ્રેક્ટિસ માટેનું મજબૂત પ્લેટફોર્મ સંસ્થા અને સ્ટાફ તરફથી પૂરું પાડવામાં આવે છે જેથી સ્પોટ્‌ર્સમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.