હાલ અમરેલીના સરંભડા ગામે રહેતી શિલ્પાબેન અલ્પેશભાઈ મારુ (ઉ.વ.૨૮)એ જુના બાદલપુર ગામે રહેતા સાસુ હંસાબેન, સસરા આણંદભાઈ તથા જેઠ અશ્વિનભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્ન ૧૨ વર્ષ પહેલા અલ્પેશભાઈ આણંદભાઈ મારૂ સાથે થયા હતા. લગ્ન દરમિયાન પતિ તથા સાસુ-સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ૧૧ મહિના પહેલા તેમના પતિનું અકસ્માતે મોત થયા બાદ જેઠની ચડામણીથી સાસુ-સસરાએ તેને દુઃખ-ત્રાસ આપ્યો હતો અને કરિયાવર ઓળવી જઈ તેના ત્રણેય નાના બાળકો નહીં આપીને પહેરેલા કપડાએ કાઢી મૂકી હતી. જેથી તેમને મનમાં લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું.







































