બગસરાના જુના ઝાંઝરીયાની બળાત્કાર પીડિતાનું થોડા દિવસો પહેલા મોત થયુ હતું. જેને પગલે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ હતી. જેમાં શનિવારે રાત્રે મુખ્ય આરોપી પોલીસના હાથે ચડ્યો હતો. જો કે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપી હજુ ફરાર છે. વિગત અનુસાર જુના ઝાંઝરીયાની બળાત્કાર પીડિતાનું થોડા દિવસો પહેલા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ૩૦૬ ની કલમનો ઉમેરો કરી તમામ ચારેય આરોપીઓને પકડવા માટે સઘન તપાસ આદરવામાં આવી હતી. જેને પગલે મુખ્ય આરોપી હરેશ સતાસિયાને પોલીસે નવા ઝાંઝરીયા ખાતે આવેલ તેની વાડીના સીમ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જેને બગસરા કોર્ટમાં રજૂ કરવા સાથે પોલીસ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે ન્યાયાધીશ દ્વારા રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
મુખ્ય આરોપી ઝડપાઈ જતા પોલીસને મોટી સફળતા મળી છે. જોકે હજુ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપી નાસતા ફરી રહ્યા છે.