બગસરાના જુના જાંજરીયા ગામે રહેતી એક યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા. પરંતુ માતા-પિતા બીજે લગ્નની વાત કરતા હતા જેથી લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, યુવતીને પ્રેમ સંબંધ હોય પ્રેમી સાથે લગ્ન કરવા હતા. પરંતુ માતા-પિતા બીજી જગ્યાએ લગ્નની વાતો કરતા હતા. જેથી તેને લાગી આવતાં ઘરે ઓસરીમાં પડેલી ખડમાં નાખવાની દવા પી લીધી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.