અમરેલીમાં મંદિરમાં ચોરી થતી ઘટનાઓ રોકવા માટે પોલીસે કમર કસી છે. મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કરો પોલીસને હાથતાળી આપી નાસી જતા હોવાથી આ તસ્કરોને પકડવા પોલીસ માટે માથાનો દુઃખાવો બને છે. આવો જ એક બનાવ જુના ચરખા ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં બનેલો છે.જેમાં કથીવદર જવાના રસ્તે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દરવાજાનો નકૂચો તોડી મંદિરની દાનપેટીમાં રાખેલ રૂ.પ૦૦ તેમજ ચાંદીના ત્રણ છત્તર રૂ.ર૧૦૦ અને સોનાનું આશરે એક છત્તર કિ.રૂ.૬૦૦૦૦ મળી કુલ રૂ.૬ર,૬૦૦ની ચોરી થઈ જતા ઉમેશભાઈ ભીમભાઈ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે તપાસ કરતા આ ચોરી ઈંગોરાળા(ડુંગરી)રહેતા વિજય દેવશંકરભાઈ બોરીસાગરે આ ચોરી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું જેથી પોલીસે આ શખ્સને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ચલાલા પોલીસ તપાસ કરી રહી છે.