જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી પકડાયેલા બોગસ રિસીપ્ટ મામલે રાજકોટના આચાર્યને એ ડીવીઝન પોલીસ જુનાગઢે પકડી લીધો હતો. આ અંગેની વિગત મુજબ ધો.૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષામાં ડુપ્લીકેટ રિસીપ્ટ જુનાગઢના દોલતપરા વિસ્તારમાંથી એપ્રિલ માસમાં પોલીસે દરોડો પાડી ડુપ્લીકેટ રિસીપ્ટ સાથે જીગ્નેશ જગદીશ પરમારને પકડી લીધો હતો અને તેની પુછપરછમાં તેમણે આ રિસીપ્ટ અને પરિક્ષામાં બેસવાવાળા વિદ્યાર્થીના ફોટા રાજકોટ ગ્રાન્ટેડ હાઈસ્કુલમાં આચાર્ય તરીકે નોકરી કરતા રાજુ વ્યાસે આપ્યાની કબુલાત આપી હતી.
આ કેસમાં અન્ય વિદ્યાર્થીઓ જે ડમી તરીકે બેસવાના હોય તેમ ૬ ની ધરપકડ પોલીસે કરી હતી. પરંતુ મુખ્ય સૂત્રધાર આચાર્ય રાજુ વ્યાસ પોલીસની પહોંચ બહાર હતો જેને ગઈકાલે એ ડીવીઝન પોલીસ જૂનાગઢે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી પુછપરછ હાથ ધરી રિમાન્ડની
તજવીજ હાથ ધર્યાનું જોણવા મળેલ છે.