શહેરના સરદારબાગ વિસ્તારના સરવે નંબર ૧૯૧ની સરકારી જમીન પર ઝૂંપડા બનાવી વર્ષોથી અહીં રહેતા ગરીબ પરિવારોના જીવનમાં અંધકારના ઘેરા વાદળો છવાયા છે. કારણ કે, ચોમાસાની ઋતુમાં પાલિકાતંત્રએ માત્ર ૭ દિવસની નોટિસ આપી જમીન પર બાંધેલા ઝૂંપડા તોડી પાડ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ વર્ષોથી આ જમીન પર પોતાનું આશિયાણું બનાવી, કાળી મજૂરી કરી પેટ ભરતા આ પરિવારોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા છે અને ભર ચોમાસે અમે ક્યાં જઈશું? એ પ્રશ્નએ તેમના હૈયા ભીંજવી દીધા છે.
સરદારબાગની આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો મોટાભાગે કાળી મજૂરી કરી, દિવસે કમાઈને રાત્રે પોતાનું પેટ ભરે તેવી સ્થિતિ છે. અહીંના એક વૃદ્ધ દાદી રડમસ આંખે કહે છે, “અમારે સરકારનું કાંઈજ નથી જોઈતું, સરકાર ભલે પોતાની જમીન લઈ લે, પણ હવે અમને રહેવા બીજી વ્યવસ્થા કરી આપો, નહીં તો આ ચોમાસામાં અમે ક્યાં જઈશું?” લોકોની આ વેદના અને હાથ જોડીને કરેલી વિનંતીઓએ સમગ્ર વિસ્તારમાં ભાવુક માહોલ ઊભો કર્યો છે.
આ વિસ્તારમાં રહેતા મોટાભાગના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે. તેઓ ઘરની ચીજ વસ્તુઓ વેચીને હાલ ગુજરાન ચલાવે છે. અહીં એક તરફ સ્થાનિકોની આંખમાં આંસુ વહેવા લાગ્યા છે, તો બીજી તરફ લોકો તંત્ર સામે રોષે પણ ભરાયા છે. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, “જ્યારે વોટની જરૂર હતી ત્યારે નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા અને હવે તંત્રનું સૂત્ર બની ગયું છે, ‘ગરીબી હટાઓ, બંગલા બચાવો..’ હવે અમારા જનાઝા પરથી જઈને વિકાસ કરો.”
જુનાગઢના પ્રાંત અધિકારીએ ગુજરાત મહેસૂલ અધિનિયમની કલમ ૬૧ હેઠળ, સરદારબાગ વિસ્તારમાં સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ નજીક આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા આદેશ આપ્યો હતો. ૯ જૂન, ૨૦૨૫ના રોજ સંયુક્ત સુનાવણી બાદ, મામલતદાર અને સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટે ત્રણ દિવસની ટૂંકી મુદતમાં જમીન ખાલી કરવાની નોટિસ જારી કરી હતી અને ફાઇનલી આ દબાણોને હટાવી દેવાયા છે. પણ આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? જુનાગઢના પ્રાંત અધિકારીએ ગુજરાત મહેસૂલ અધિનિયમની કલમ ૬૧ હેઠળ, સરદારબાગ વિસ્તારમાં સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ નજીક આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા આદેશ આપ્યો હતો. ૯ જૂન, ૨૦૨૫ના રોજ સંયુક્ત સુનાવણી બાદ, મામલતદાર અને સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટે ત્રણ દિવસની ટૂંકી મુદતમાં જમીન ખાલી કરવાની નોટિસ જારી કરી હતી અને ફાઇનલી આ દબાણોને હટાવી દેવાયા છે.
નોટિસની જાણ થતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર દોડી આવ્યા અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું, “ભર ચોમાસે ગરીબ લોકોને ઘર ખાલી કરવાનો આદેશ આપવો એ અન્યાય છે. તંત્રએ વૈકલ્પીક વ્યવસ્થા કર્યા વિના આવી કડક કાર્યવાહી કરી, જે નિંદનીય છે. નોટિસમાં ઉલ્લેખ મુજબ, જો લોકો આદેશથી અસંતુષ્ટ હોય તો તેઓ મહેસૂલ વિભાગના સચિવને રજૂઆત કરી શકે છે. પરંતુ, આટલી ટૂંકી મુદતમાં આ ગરીબ લોકો કઈ રીતે વકીલ રાખી શકે અને પોતાના માટે લડી શકે? માટે રજૂઆત માટે પૂરતો સમય પણ આપવામાં નથી આવ્યો.”
જુનાગઢના સરદારબાગ વિસ્તારના આ ગરીબ પરિવારોની વેદના ચોમાસાના વરસાદ જેવી જ ભીની અને ભારે છે. નાનાં બાળકોની હસતી આંખો અને વૃદ્ધોની લાચારી વચ્ચે, આ લોકો માત્ર એક આશા રાખે છે કે તંત્ર તેમની વ્યથા સમજી, વૈકલ્પીક વ્યવસ્થા કરશે. આ ગંભીર ઘટનાથી ભર ચોમાસે વરસાદની સિઝનમાં ગરીબોનું આશિયાણું છીનવાઈ ગયું છે અને લોકો ઘરવિહોણા બન્યા છે,
જુનાગઢના સરદારબાગ વિસ્તારના આ ગરીબ પરિવારોની વેદના ચોમાસાના વરસાદ જેવી જ ભીની અને ભારે છે. નાનાં બાળકોની હસતી આંખો અને વૃદ્ધોની લાચારી વચ્ચે, આ લોકો માત્ર એક આશા રાખે છે કે તંત્ર તેમની વ્યથા સમજી, વૈકલ્પીક વ્યવસ્થા કરશે. આ ગંભીર ઘટનાથી ભર ચોમાસે વરસાદની સિઝનમાં ગરીબોનું આશિયાણું છીનવાઈ ગયું છે અને લોકો ઘરવિહોણા બન્યા છે, ત્યારે હવે તંત્ર લોકોની વ્યથા જાણી યોગ્ય નિર્ણય લઈ ન્યાય આપે છે કે કેમ? તે હવે જોવાનું રહ્યું.









































