૧ એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તે અંતર્ગત જુનાગઢ જિલ્લા પંચાયતની તમામ ૩૦ બેઠકો માટે ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે.
જુનાગઢ જિલ્લા પંચાયતનો ઇતિહાસ જાઈએ તો તે કોઈ એક રાજકીય પક્ષ માટે સતત અનુકૂળ રહ્યો નથી. ૨૦૧૫માં કોંગ્રેસે બમ્પર બહુમતી સાથે પંચાયતની સત્તા કબજે કરી હતી, જ્યારે ૨૦૨૧માં પરિણામ સંપૂર્ણપણે ઊલટું આવ્યું અને ભાજપે બમ્પર બહુમતીથી ચૂંટણી જીતી લીધી. હવે ૨૦૨૬માં પાંચ વર્ષ પછી ફરી એક વખત ચૂંટણી આવી રહી છે. આ વખતે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે તો મહત્વની છે જ, સાથે સાથે પ્રથમ વખત જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો પર લડવા તૈયારી કરી ચૂકેલી આમ આદમી પાર્ટી માટે પણ તે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
જુનાગઢ જિલ્લા પંચાયતનો સ્વભાવસંયુક્ત જુનાગઢ જિલ્લામાં પણ કોંગ્રેસ અને ભાજપને જિલ્લા પંચાયતની સત્તા મોટેભાગે વારાફરતી મળતી રહી છે. ૨૦૧૫માં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી હતી, તો ૨૦૨૧માં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તાના સૂત્રો આચકી લીધા હતા.
૨૦૨૬માં ભાજપ અને કોંગ્રેસ ફરીથી જિલ્લા પંચાયત જીતવા માટે કમર કસી રહ્યા છે. પરંતુ આ વખતે ત્રીજી રાજકીય શÂક્ત તરીકે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયારી કરી ચૂકી છે. તેથી આ વખતે જુનાગઢ જિલ્લા પંચાયતમાં ત્રિપાખીયો જંગ જાવા મળવાની સંભાવના છે.
૨૦૧૫માં જિલ્લા પંચાયત કબજે કર્યા બાદ કોંગ્રેસને જિલ્લામાં મજબૂત રાજકીય પીઠબળ મળ્યું હતું. તેના પરિણામે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં બમ્પર જીત મેળવી હતી. માણાવદરથી જવાહર ચાવડા, જુનાગઢથી ભીખાભાઈ જાશી, માંગરોળથી બાબુભાઈ વાજા અને વિસાવદરથી હર્ષદ રીબડીયા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભામાં પહોંચ્યા હતા.
તે જ રીતે ૨૦૨૧માં ભાજપે જિલ્લા પંચાયતમાં બમ્પર જીત મેળવી, જેનો સીધો લાભ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળ્યો. જા કે વિસાવદરમાંથી આપના ભુપત ભાયાણી અને માણાવદરમાંથી કોંગ્રેસના અરવિંદ લાડાણી જીત્યા હતા, પરંતુ બંને ધારાસભ્યોએ પછીથી પોતાના પક્ષોમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાડાઈ ગયા હતા.
જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો જીતવા માટે જિલ્લા પંચાયતની સત્તા જીતવી અત્યંત મહત્વની સાબિત થાય છે. છેલ્લા ઘણા વર્ષોના પરિણામો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે.
હવે ૨૦૨૭માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. તેની પૂર્વસંધ્યાએ જુનાગઢ જિલ્લા પંચાયતની આ ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે અત્યંત મહત્વની બની રહેશે. ત્રણેય પાર્ટીઓના ઉમેદવારો અને નેતાઓ આ ચૂંટણી જીતવા માટે પૂર્ણ દમખમથી ઉતરી પડ્યા છે.







































