જુનાગઢ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન રામશીભાઈ ભેટારીયા સામે સગાવાદ અને પોતાના હોદ્દાને ગેરઉપયોગ કરી વહીવટમાં ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવતા ભારે ચર્ચા જોગી છે. વંથલીના બાલોટ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રવિણભાઈ મેપાભાઈ વીરડાએ આ મામલે હાઈકોર્ટમાં રીટ કરીને જણાવ્યું છે કે દૂધ સંઘના પૂર્વ ચેરમેન રામશીભાઈ ભેટારીયા દ્વારા દ્વારા જુનાગઢ જીલ્લામાં ૨૬૫ જેટલી મંડળીઓ સભાસદ થવા આવેલ જેને સભાસદ તરીકે દાખલ કરેલ નથી અને માત્ર અંગત અને નજીકના સગાઓની મંડળીઓને સભાસદ તરીકે દાખલ કરેલ છે, જેથી દૂધ સંઘ પર કાયમી પોતાનું વર્ચસ્વ બની રહે.
દૂધ સંઘનું સંચાલન મંડળ પણ ૨૦૦૯થી અત્યાર સુધી સગાવાદના ધોરણે ચુંટાયેલ છે. કેમ કે પોતાના સગાઓની મંડળીને જ સભાસદ બનાવે એટલે સગા જ ચુંટાઈ આવે છે,
જે મંડળી દૂધ ભરતી હોય તેને પણ ખોટી રીતે કાયદાના દાયરામાં લઈ દૂધ બંધ કરી દે છે અને મતદાર તરીકે દુર કરે છે, અંદરના તમામ લોકો સગાઓ સબંધીઓ હોય જેથી દૂધના ભેળસેળની વાત બહાર આવતી નથી ૧૩ વર્ષના તેમના કાર્યકાળ દરમ્યાન ગેરરીતિ જ કરી છે જે અંગે ઉચ્ચકક્ષાએ તપાસની માંગ કરવામાં આવી છે. આ અંગે પૂર્વ ચેરમેનનો સંપર્ક સાધવા પ્રયત્નો કર્યા હતા પરંતુ સંપર્ક થઈ શકયો ન હતો.