જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે વાડી વિસ્તારમાંથી આવતા પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું હાલ તો પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.હત્યાની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને બંન્ને મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના રવની ગામમાં રહેતા રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેમનો પુત્ર જિહાલ સાંધ બંને વાડીએથી પરત ફરતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા અને બંને પિતા પુત્રને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા જેની જાણ પોલીસ થતા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બંન્નેના મૃતદેહનો કબજા લીધો હતો અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો,આમ અંગત અદાવતમાં ફરી પાછા બે લોકોના મૃત્યુ થતા પોલીસે આરોપીનું પગેરૂ દબાવ્યું છે અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે.