(એ.આર.એલ),જુનાગઢ તા.૧૮
જુનાગઢ છાપાબજારના હેઠણ ફળીયા વિસ્તારમાં એક નામાંકિત સોનીની પેઢી (અક્ષર જવેલર્સ)માં મેનેજરે પેઢીમાંથી રૂ.૧૨૮૨.૭ ગ્રામ સોનુ કિંમત રૂ.૯૧ લાખનું કારીગરોને આપેલ જેની કોટી એન્ટ્રી નાખી રૂ.૯૧ લાખની છેતરપીંડી-વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાઈ છે.
જુનાગઢ રાયજીબાગ અક્ષર ઈમ્પીરીયા બ્લોક નં.ડી ૮૦૧માં રહેતા ફરીયાદી સુનીલભાઈ ધીરજલાલ રાજપરા (ઉ.૪૨)એ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની પેઢીમાં છેલ્લા અઢી વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા કુતિયાણાના (મુળ) હાલ મધુરમ મંગલધામ-૨ અમૃતનગરમાં રહેત મયુરભાઈ નાનજીભાઈ વાઘેલા અક્ષર જવેલર્સનું કામ સંભાળતા હોય તેમની આ પેઢીમાં ત્રણ ભાઈઓની સંયુકત રાજપરા પેઢી હોય સોનાના દાગીના બનાવી વહેંચવાનું કામ મોટાપાયે કરતા હોય અક્ષર જવેલર્સમાં ૧૧૫થી વધુ કારીગરો સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. મેનેજર મયુર નાનજી વાઘેલા કારીગરોને કાચો માલ (સોનુ) દાગીના ઘડવા આપતો હોય જે એસજી પ્લસ સોફટવેર આપેલ જેમાં સોનાની આપ અને લેનું કામ તેના માટે હતું. તેની નીચે ચાર કારીગરો કામ કરતા હોય તેને માસિક રૂ.૧૪ હજારનો પગાર આપવામાં આવે છે.
જેમાં મેનેજર મયુર વાઘેલાએ ગત તા.૧૦-૨-૨૪થી ૧૬-૫-૨૪ દરમ્યાન ખોટી એન્ટ્રી કરી ૧૨૮૨.૭ ગ્રામ સોનુ કિંમત રૂ.૯૧ લાખનું સ્ટોકમાં ખોટી એન્ટ્રીઓ કરી પેઢીના સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ, સ્ટોક બતાવી પેઢીનું કાચુ સોનુ ૧૨૮૨.૭ ગ્રામ કિંમત રૂ.૯૧ લાખની છેતરપીંડી- વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે ઈ.પી.કો. કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૫૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી આરોપી મયુર નાનજી વાઘેલાને એ ડીવઝન પીઆઈ વી.જે. સાવજ અને સ્ટાફે મોડી રાત્રીના દબોચી લઈ તપાસ હાથ ધરી છે.