જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં અષાઢીબીજના દિવસે ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. એ બાદ આજે બીજા દિવસે સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી અનરાધાર વરસાદ પડો હતો જેમાં માણાવદરમાં ત્રણેક કલાકમાં ૪ ઈંચ, વંથલીમાં ૩ ઈંચ અને જૂનાગઢ શહેર-પંથકમાં ૨ ઈંચ વરસાદ વરસાવી દેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આજનો વરસાદ ખેતરોમાં વાવણી કરાયેલી સુકી મોલતોને નવજીવન મળવા સમાન હોવાથી ખેડુતો ગેલમાં આવી ગયા છે. તો શહેરોની બજારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હોવા છતાં વરસાદી માહોલની મજા માણી રહ્યા હતા.
ગઈકાલે આખો દિવસ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી વરસાદી માહોલમાં અષાઢી ઝાપટા રૂપે હેત વરસાવ્યા હતા. બાદ આજે બીજા દિવસે પણ સવારથી જ જિલ્લાના નવેય તાલુકાના આકાશમાં કાળા ડીબાંગ ઘટાટોપ વાદળોનું સામ્રાજ્ય છવાઈ ગયા બાદ ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. જેમાં અમુક તાલુકાઓમાં અનરાધાર તો અમુક તાલુકાઓમાં ધીમીધારે વરસી રહ્યો હતો, જે બપોરે પણ અવિરત ચાલુ જાવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સવારે ૬થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરીએ તો, માણાવદરમાં ૧૦૩ મિમી (૪ ઈંચ), વંથલીમાં ૭૨ મિમી (૩ ઈંચ), જૂનાગઢમાં ૪૭ મીમી (૨ ઈંચ), માળીયાહાટીનામાં ૫૨ મિમી (૨ ઈંચ), માંગરોળમાં ૩૧ મિમી (૧ ઈંચ), વિસાવદરમાં ૨૩ મિમી (૧ ઈંચ), મેંદરડામાં ૧૩ મિમી (અડધો ઇંચ), કેશોદમાં ૧૨ મિમી (અડધો ઈંચ), ભેંસાણમાં ૧૫ મીમી (અડધો ઈંચ) વરસાદ વરસ્યો છે.
માણાવદર શહેરમાં આજે સવારે સાતેક વાગ્યા આસપાસ મેઘરાજાએ ફરી મુકામ કરી મેઘસવારી શરૂ કરી હતી. જેમાં સવારે નવેક વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયા બાદ ત્રણેક કલાકમાં અનરાધાર ૧૦૩ મિમી એટલે ૪ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતુ. જેના પગલે શહેરની બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા લાગતા વાહનચાલકો અને રાહદારી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. માણાવદર શહેરમાં શાક માર્કેટ, કોર્ટ વિસ્તાર, બાલાસરા શેરી મોચીગલી, બહારપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. બપોરે મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસરવા લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસેલા વરસાદના પગલે નદી- નાળાઓમાં નવા નીર વહેતા જાવા મળતા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જાવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં ૨૪ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં ૫ ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે ૫૦થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં ૫થી ૬ ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના ૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જાવા મળી રહી છે.
જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ ૫- ૫ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં રાત્રે સતત ૪થી ૫ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્ રહ્યું છે. ગત રોજ સવારે ૬થી આજના ૧૦ વાગ્યા સુધીમાં ઉધનામાં ૮ અને વરાછામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે, જેને પગલે પાલિકાતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં,